દુબઈમાં પાકિસ્તાની નાગરિકે ભારતના બે કામદારોની હત્યા કરી
દુબઈમાં પાકિસ્તાની નાગરિકે ભારતના બે કામદારોની હત્યા કરી
Blog Article
દુબઈની એક બેકરીમાં ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને પાકિસ્તાની નાગરિકે ભારતના બે શ્રમિકોની તલવારના ઘા મારીને ઘાતકી હત્યા કરી હતી. આ હુમલામાં ત્રીજા એક શ્રમિકને પણ ઇજા થઈ હતી, એમ મંગળવારે બે પીડિતોના પરિવારજનો જણાવ્યું હતું.
મૃતકોમાંથી એકના કાકા એ પોશેટ્ટીએ જણાવ્યું હતું કે નિર્મલ જિલ્લાના સોન ગામના અષ્ટપુ પ્રેમસાગર (35)ની 11 એપ્રિલે તલવાર વડે હત્યા કરાઈ હતી. પ્રમસાગરના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો સામેલ છે. તેમના પરિવારના સભ્યોને આ અંગે જાણ કરાઈ હતી. તેમણે મૃતદેહને ભારત લાવવામાં મદદ કરવા સરકારનો અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે બીજા મૃતકનું નામ શ્રીનિવાસ હતું, જે નિઝામાબાદ જિલ્લાનો રહેવાસી હતો. હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિની પત્ની ભવાનીએ નિઝામાબાદ જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમના પતિ સાગરને હોસ્પિટલમાં દાખલ કરાયા છે